Testimonial : શ્રી નિલેષકુમાર આર. ક્રિશ્ચિયન કુટુંબ, વલસાડ

વર્ષો પહેલાં યહોવા દેવે મૂસાને વચનનો પ્રદેશ બતાવ્યો. બાઈબલનો અભ્યાસ કરતાં ઘણી બાબતો જાણતાં હતાં પરંતુ પ્રત્યક્ષ અનુભવ
થતાં ખરેખર ઈશ્વરપિતાનો આભાર માન્યા વગર રહી શકાતું નથી. પવિત્રભૂમિ કુટુંબ સાથે જોવાની તિવ્ર ઈચ્છા હતી અને ઈશ્વરની
યોજના અને ઈરાદા પ્રમાણે સમય આવતાં ઈશ્વરે અમારી ઈચ્છાઓ પરિપૂર્ણ કરી તે બદલ પ્રભુપિતાનો હ્રદયનાં ઊંડાણથી આભાર
માનીએ છીએ. આલ્ફા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો સંપર્ક કરતાં આ ઈચ્છા પૂરી થઈ.
શરૂઆતથી જ આલ્ફા ટુર્સનાં મેનેજરો શ્રી કલ્પેશભાઈ તથા રીમ્પીબેન કે જેમણે અનેક માર્ગદર્શન આપી મજબૂત મનોબળ પૂરું
પાડ્યું. આ બંન્ને મેનેજરોનાં માર્ગદર્શન હેઠળ ટુરની શરૂઆત અમદાવાદ અને મુંબઈથી શરૂ થઈ. અમારી ટુરમાં ૪૮ સભ્યો જુદી-
જુદી જગ્યાથી જોડાયાં હતાં. પ્રથમ દિવસથી જ આલ્ફા ટુર્સ એક કૌટુંબિક સંગત બની ગઈ, બધાં જ એકબીજાનાં સહભાગી
બન્યા. સૌથી વિશેષ બાબત દરેક દિવસે ટુરની શરૂઆત કરતાં પ્રાર્થના, સ્તુતિ ગીતો, વચન તથા સાક્ષી દ્વારા કરવામાં આવતી
હતી. શ્રી કલ્પેશભાઈ અને રીમ્પીનો પ્રભુનાં વચનો પ્રત્યેનો લગાવ-સમજ દરેક વ્યક્તિઓ માટે આર્શિવાદનું કારણ બન્યો. જે
પ્રમાણે આયોજન કરવામાં આવ્યું હતું તે જ પ્રમાણે બાઈબલનાં દરેક સ્થળો જોવા મળ્યાં. કોઈ પણ સ્થળ રહી જવા પામ્યું નથી.
ઉપરોક્ત જણાવ્યાં કરતાં વધારે સ્થળો પણ બતાવ્યા હતાં. ટુરમાં સૌથી મહત્વનો ભાગ દરેક દેશનાં ગાઈડ હતાં જેમણે દરેક સ્થળનું
સચોટ માર્ગદર્શન આપ્યું. શ્રી કલ્પેશભાઈ તથા રીમ્પીનો અનુભવ સાથે પવિત્રભૂમિનાં તેમનાં મૈત્રિપૂર્વક સંબંધોનો સંપૂર્ણ લાભ
અમને મળ્યો.
સારામાં સારી હોટલમાં ઉતારો, દેશ પ્રમાણે સ્વાદિષ્ટ ખોરાક, આરામદાયક મુસાફરી, વ્યક્તિગત દરેક સભ્યોની કાળજી, વૃધ્ધો,
જુવાનો, બાળકોની સાથેનો શ્રી કલ્પેશભાઈ તથા રીમ્પીબેનનો સીધો સંબંધ દાદ માંગી લે છે.

READ MORE

Testimonials

શ્રી નિલેષકુમાર આર. ક્રિશ્ચિયન કુટુંબ, વલસાડ

વર્ષો પહેલાં યહોવા દેવે મૂસાને વચનનો પ્રદેશ બતાવ્યો. બાઈબલનો અભ્યાસ કરતાં ઘણી બાબતો જાણતાં હતાં પરંતુ પ્રત્યક્ષ અનુભવ થતાં ખરેખર ઈશ્વરપિતાનો આભાર માન્યા વગર રહી

Read More »